હે,પ્રભુ શબ્દો નથી,છે અંત; કરણનાં ભાવ,
ઍ ભાવ થકી તું દુર કરજે તમામ અભાવ...હે પ્રભુ
સમજતી નથી હું કર્મ-કાંડમાં આ ધર્મને,
સહજ સમજુ માનવ વ્યવહારમાં આ મર્મને...હે પ્રભુ
આસ તુ શ્વાસ તું,તું વિશ્વાસ ને પ્રકાશ,
ધરતી તારી ગોદમાં ને આંખોમાં આકાશ...હે પ્રભુ
હરઘડી યાદ કરે તને જ મારું મન,
મહેંકે સારી ભાવનાં ભરેલું ઉપવન...હે પ્રભુ
આવજે વહેલો સાંભળી મારો સાદ,
દુર કરજે હવે લોહિયાળ આ કોમવાદ...હે પ્રભુ
કરું છું પ્રાર્થનાં બે હાથ જોડી,
પ્રગટ થા પ્રભુ હવે તો મંદિરો તોડી...હે પ્રભુ.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
હે,પ્રભુ શબ્દો નથી,છે અંત; કરણનાં ભાવ,
ઍ ભાવ થકી તું દુર કરજે તમામ અભાવ...હે પ્રભુ
કરું છું પ્રાર્થનાં બે હાથ જોડી,
પ્રગટ થા પ્રભુ હવે તો મંદિરો તોડી...હે પ્રભુ.
a pan gami. nice one..keep it
shilpa..
....http://shil1410.blogspot.com/ જયાં કોઇ અપેક્ષાઓ પણ નથી,ત્યાં કેમ આશા ઓ પણ મરતી નથી?
Post a Comment