Sunday, December 28, 2008

વસંતનો વૈભવ.

ગઈ પાનખરને,રુમઝુમ પગલે આવી વસંત,
ડાળ ડાળ પાંદ પાંદ,ખોબલે થયું જીવંત

ડાળીઑને ફૂટી રહી છે,કોમળ કોમળ કૂંપળ,
કરવા રસપાન ફુલોને, ભ્રમર આતુર પળપળ,

ગાઈ રહી છે કૂંજમહી શરમાતી કોયલરાણી
નાચી રહી વનરાજી,સાંભળી મધુર વાણી,

ખુશનુમા લહેર વાય,ફુલોની મંદ મંદ
મીઠી લાગે આમ્રમંજરી તણી આ સુગંધ,


તરુવરની શાખા પર રંગીન ફુલ કેવા ડોલે
આભે ઊડતાં પંખી મનતણી ભાષા બોલે,

"વસંતનો વૈભવ" આ વસંતની શાહી સવારી
લાગે પાનેતર પહેરી,આવતી સુંદર નારી,

કેવા શીતળ હુંફાળા વાસંતી વાયરા વાય
આબાલ-વૃધ્ધ રંગભીના રંગોમા ન્હાય.

Saturday, December 27, 2008

जल रही बम्बई सब कितने लाचार
सभीको सुरक्षा का हे ईन्तझार
कल खडी हो जायेगी ओबरोय-ताज
कब भरेगी मानव-मानवकी दरार
आज मिल रही सफलता विग्यानको
प्रतिक्षन हो रही मानवता की हार
फंस रहे हे लोग जाति-पाति में
टूटता नझर आ रहा एकता का तार
बनी रहे अखंड विश्वकी भावना
अल्ला,खुदा,ईश्वर तुझ पर आधार.

मां


मेरी पल पल "मां" तूं हॅ,
मेरा आत्मबल "मां" तू हॅ,

मेरा पथ-प्रकाश "मां" तू हॅ,
मेरे सर पे आकाश "मां" तू हॅ

मेरा समग्र अस्तित्व "मां"तू हॅ,
मेरा पूर्ण व्यक्तित्व "मां"तू हॅ,

पालवकी सुगंध "मां" तू हे,
मेरी पलकोमें बंध "मां"तू हे,

आत्माकी आवाज "मां" तू हॅ,
मेरे खूदाकी नमाज "मां" तू हॅ,

नस-नस का खून "मां" तू हॅ,
खूश्बु से भरा प्रसून "मां" तू हॅ.

रेखा जोशी.

તરુવર

ડાળીઑએ બાથભીડી,ઊભુ તરુવર,
કલરવ કરતાં પંખીઑ કરે હરફર,
પશુ-પંખી જન તણો તું વિસામો,
તળીયે તારાં કીડીઑનાં છે દર,
ઘેઘુર ઘટા તણી શોભા વસંતમાં,
શિશીરે ઊદાસ ઍકલું તારું પાનખર,
ફળ-ફૂલોને સુંગંધથી રુપ શોભતું,
ચોમાસે નાચતું વર્ષા સંગે મરમર,
સહી તાપને આપ તું છાંયડો,
બની દેવ તું પૂજાય છે ઘરઘર,
ગોપાલ વ્રૂંદ ખેલતાં તારાં ખોળે,
મધુર મોરલી વગાડતાં લીલાધર.

માનવી

માનવી માનવીને જ્યારે મળી જાય છે,
બદલી નઝર રસ્તામાં વળી જાય છે,
બતાવો અરિસો ઍનો,ઍની જ સામે,
અંદરથી કેવો છળી જાય છે?......
સમાવી તો જુઓ,પેટાળની લાવા ને,
ક્ષણમાં કેવો ખળભળી જાય છે?....
અભિમાનની જેલમાં કેદ માનવી,
ચોકમાં રસ્તા કેવા મળી જાય છે.?.....
સમજે જીવનના અર્થને,માનવીતો,
ચંદ્રથી આગળ નીકળી જાય છે....

છું

ખુલી આંખે સ્વપ્નનાં સોપાન ચડ્યાં કરું છું,
ખુદ પોતે જ પોતાને હમેશાં નડ્યાં કરું છું,

ખબર છે દરિયો જરુર તારી જ લેશે,
છતાં ખારાશને લઈ રડ્યાં કરું છું,

મળસ્કે સંભળાતી સિતારનાં તાર છું,
પવન સાથે પાંદડુ બની ખખડયાં કરુ છું,

ખબર છે નાશવંત જીવનની ઘટમાળ છે,
લાગણીભીનાં સબંધોને જકડયાં કરું છું,

અટકી જાઊ તો મંઝિલ બની જઈશ,
રસ્તો કે કેડી બની ચાલ્યાં કરું છું,

સમેટ્યો છે સાગરને બંધ નયનો થકી,
ખુલે પાંપણ દ્વાર તો લુછયાં કરું છું,

ખબર ક્યાં છે કોઈને આ દ્રષ્ટિની,
બની આંખમાં કણી,કેમ ખટક્યાં કરું છું.

સબંધ

સ્વાર્થ સાથે સબંધોના સમીકરણ રચાય છે,
હવે પવન પ્રમાણે બધુ જ ફંટાય છે,

હોય ભલે સબંધોનાં ખેતર લીલાછંમ,
થોડુક ખોતરો ત્યાં જ મૂળિયાં દેખાય છે,

જેની પ્રક્રૂતિ ભીંજાવાની જ નથી,
તેને વરસાદની મોસમ ક્યાં સમજાયછે?

માનવી પોતેજ પોતાનો આયનો છતાં,
બીજા અરિસાઑથી કેવો ભરમાય છે?

કબજો કેવો કાળમીંઢ પથ્થર 'અહં' નો
બરફ બની ક્યાં પીગળી શકાય છે?

'કાચબો' બની સમેટી લીધાં છે અંગો,
છતાં પાણી જોઈ ક્યારેક મન લલચાય છે.

ઊગતી સવાર,

પંખીનાં ટહુકાનું તોરણ બાંધે છે કોઈ,
ઊગતી પરોઢને બારણે
આ તેજની સવારી કોને કારણે?
પાંદડી મહી ઝાકળને સાંધે છે કોઈ
ઊગતી પરોઢને બારણે
આ ફુલોની વાત છે ન્યારી કોને કારણે?
અવનીનાં અંધકારને પીવે છે કોઈ,
ઊગતી પરોઢને બારણે
આ ઊજાસી તડકાની વાત છેપ્યારી કોના કારણે?
આભની લાલીને નિરખે છે કોઈ
ઊગતી પરોઢને બારણે
આ સોહામણી સવાર છે અમારી કોના કારણે?
વાતા આ વાયરામાં ઊડે છે કોઈ
ઊગતી પરોઢને બારણે
આ વ્યોમ સાથે વિહંગને છે યારી કોને કારણે?
લાગણીનાં ટેરવે શમણાં જગાડે છે કોઈ
આ સપનાંને નિરખે છે આંખ મારી કોને કારણે?

પ્રાર્થના,

હે,પ્રભુ શબ્દો નથી,છે અંત; કરણનાં ભાવ,
ઍ ભાવ થકી તું દુર કરજે તમામ અભાવ...હે પ્રભુ

સમજતી નથી હું કર્મ-કાંડમાં આ ધર્મને,
સહજ સમજુ માનવ વ્યવહારમાં આ મર્મને...હે પ્રભુ

આસ તુ શ્વાસ તું,તું વિશ્વાસ ને પ્રકાશ,
ધરતી તારી ગોદમાં ને આંખોમાં આકાશ...હે પ્રભુ

હરઘડી યાદ કરે તને જ મારું મન,
મહેંકે સારી ભાવનાં ભરેલું ઉપવન...હે પ્રભુ

આવજે વહેલો સાંભળી મારો સાદ,
દુર કરજે હવે લોહિયાળ આ કોમવાદ...હે પ્રભુ

કરું છું પ્રાર્થનાં બે હાથ જોડી,
પ્રગટ થા પ્રભુ હવે તો મંદિરો તોડી...હે પ્રભુ.

રઢિયાળી રાત.

ભીનાં હૈયાંની વાત,મારી પાંપણે અટકી,
વાલમની વાટ જોતાં,ન આંખ મારી મટકી,
આજે છે સોહામણી પૂનમની રાતડી,
કરવી છે આંખને આંખ સાથે વાતડી,
આવેછે ક્યારે?સજી શણગાર તું વાલમાં,
રમવું છે મારે તારી થાપની તાલમાં,
કાજળ શી રાતમાં ચાંદની ચમકે,
જાણે કે ક્રુષ્ણની સોડમાં રાધાં મલકે,
લોકોને આ ,આંનદનો તહેવાર,
તારે ને મારે બસ પ્રેમનો વ્યવહાર,
વાગે છે ઢોલને વાગેછે વાંસળી,
શરમને શેરડે મારી આંખ ના મળી,
હું તો ઘમ્મર, ઘમ્મર ઍવી ગરબે ઘુમી,
લાગે આભમાંથી ઉતરી ચાંદની ઝૂમી.

વરસાદ.

ગામમાં વરસાદ જેવું છે કશુંક
આંખમાં અવસાદ જેવુ છે કશુંક,
વર્ષાથી ભીંજાય છે ઝાડ પાન
આ ભીનાં હ્ર્દયને યાદ જેવુ છે કશુંક....
ભીની માટી તણી સોડમ શ્વાસમાં
આ સુગંધ સાથે ફરિયાદ જેવું છે કશુંક....
સંગીત સૂરોથી છલકાય આભ ધરા,
ઍ ઝાંઝરનાં નાદ જેવું છે કશુંક...
છુપાઈ ડાળી બોલે પપીહા,
પ્યાસા પિયુનાં સાદ જેવું છે કશુંક...
દોડતી દૂનિયા ભલે દોલત પાછળ
મનની આ 'જાયદાદ' જેવું છે કશુંક....
અમીરસથી તરબોળ ધરતીને,
અમૃતનાં આસ્વાદ જેવું છે કશુંક...

બાળપણ.

સાંજ પડે સૂરજ ઢળે,
ગાયોનાં ધણ પાછા વળે..મને બાળપણ યાદ આવે,

થઈ ભેગાં કરતાં કુંડાળું
ચોકમાં વ્હાલનું થતું વાળુ....મને બાળપણ યાદ આવે,

કૂવાનાં કઠોડે વાટ જોતી
સહિયરની યાદોને સંજોતી....મને બાળપણ યાદ આવે,

વિરડાનાં પાણીને આછરતી
ખોબે ખોબે ઍને ભરતી.......મને બાળપણ યાદ આવે,

ચોકે થાતી ફાનસની બત્તી
સમેટાઈ જાતી ઘરમાં વસ્તી....મને બાળપણ યાદ આવે,

સાંજ પડે વાટ જોતાં માડીનાં નેણ
મીઠો ઠપકો આપતાં બે વેણ....મને બાળપણ યાદ આવે,

ઓટલે રમતાં રંગીન પાંચીકા
બની જતાં કેવાં નાનાં કીકા...મને બાળપણ યાદ આવે,

વાગે ઝાલર થાય આરતી
મૂકી રમત હું મંદિરે ભાગતી....મને બાળપણ યાદ આવે.

આજનો માનવ

મને ઍ વાત પર હસવું હજારોવાર આવે છે,
પ્રભુ તારાં બનાવેલાં તને આજે બનાવે છે,

ચારેય તરફ દંભ છળ કપટ ને દગાબાજી,
નથી ક્યાય માનવતા છતાં'મનુષ્ય'ગણાવે છે,

હિંદુ મુસ્લિમ ઈસાઈ દઈ નામ જાતિનાં,
સાધવા સ્વાર્થ ,ઍક લોહીને લડાવે છે,

દઈ દાન,ગરીબોનાં આંસુઓ થકી,
તકતીઓ પર નામ પોતાનાં લખાવે છે,

કળીયુગની કસોટી પર જર્જરિત આ કાયાને,
સંતાન માં-બાપને,જીવતાં દફનાવે છે,

કરી કામ ઍવાં કંસ રાવણ જેવાં,
બની માનવ 'ખુદા'ને પણ રડાવે છે.

મોત નું સ્વાગત.

કદાચ હું કાલે નહીં હોઉ,મનેય ખબર છે,
આજથી શાને રોઉ, જીવન ઍક સફર છે,
સાંધી રહી છું તુટતાં શ્વાસને સ્મરણો થકી,
શોકાતુર ગલી ગલી,ઊદાસ આખું નગર છે,
મળ્યુ છે આ જીવન,માણવું મન ભરી,
મોતનું કરીશું સ્વાગત તે અફર છે,
છે મોતનો પડછાયો,જીવનની આસપાસ,
છતાં ઊગતાં રવિ પર મારી નઝર છે,
હવે નથી ઓગળી જવાનો અવસાદ,
ખુદ 'ખુદા'ને પણ મારી કદર છે,
ફરી રહયાં છે આસપાસ,માનવી તણાં મ્હોરાં,
'દૂનિયાં' જીવતાં શબની જ ઍક 'કબર'છે.

અમારું અમદાવાદ

આ અમારું અમદાવાદ શહેર,
ઍક સાંધે ત્યાં તૂટે છે તેર,

કોમવાદનાં થાય,કોમી ઝઘડાં,
પછી રાખે નહી કોઇ સાથે વેર,

ધોળે દિવસે થાય ધડાકાને,
મોદીનાં નામે પ્રસરાવે ઝેર,

પાગલ પ્રેમીજનો બહુ મળેને,
વાંકુ પડૅ તો પૂરે નર્મદા નહેર,

બસ રિક્ષા મન ફાવે ત્યાં ચાલે,
નિયમ પાલન કરે કોઇ રેર,

રસ્તે પડેલાં ભૂવા છે કે કૂવા,
દૂર કરવાની કોઇની છે ખેર?

ઝઘડાં થાય દરરોજ ઘરમાં,
તોય પતિ લે નવા નવા શેર,

આવા અમારાં અમદાવાદ પર,
મોદી સાહેબની મોટી છે મહેર,

ગમે ત્યારે ગમે ત્યાં ફરીઍ,
કરીઍ અમે તો લીલા લ્હેર.

અહેસાસ.

મલકાતી,ધવલ આ ચાંદનીઍ ,
પુછયું;
મંદ મંદ હવા,
નીકળી તું ક્યાં જવાં?
મેં કહ્યુ;
હોય જો ઍ પાસ,
તો બની જાય,
બધું ખાસ
પછી હોય
પૂનમ કે અમાસ?
ઍ નહીં તો,
શીતળ ષ્વેત ષ્વેત...
લાગણી ભય્રો
ઍનો અહેસાસ....
ઍ તો,
વાંસળીનાં સૂરમાં,,
ચાંદનીનાંનૂરમાં
પગની નૃપુરમાં,
બની ઊજાસ......
મારાં ઉરમાં....

અતિત ની યાદ.

ઓસરતો આંખથી,અતિતનો ઓછાયો,
ફુલોની સૌરભ,કટંકની પીડા તણો પડછાયો,

તરવરતાં શૈશવતણાં,લીલાંછંમ ખેતર,
યાદ કરી ઍ વૈભવ કરું આજનું વાવેતર,

હું'માં'નીપકડી આંગળી બંધ આંખે ચાલી,
આજ લાગે છે બધું નરી આંખે ખાલી,

આવી રહી છે સુવાસ ફુલોની મંદમંદ,
શોધી રહી છું'માં'ના પાલવની સુગંધ,

પુજ્યાં હતા પથ્થ્રર ઍવું ગયું ક્યાં ભોળપણ?
સવાલ પર સવાલ આવ્યું આ શાણપણ?

હતી હું તોફાની,પકડી ઝાડ તણી ડાળી,
ઝુલી ઝુલી સખીઓ ને આપતી તાળી,

છે જીવનની યાદો ખાટી મીઠીને ખારી,
આવે ને જાય ઉઘાડી છે,મનની બારી.

ગામડાની ગોરી

.
અણીયાળી આંખો શી મલકાતી જાય,
લાજ મહીં શરમથી મુખડું શરમાય,
યૌવનની મોસમ છે સાગરને મળવાને,
સજીરુપ ઍનુ નદી બની છલકાય,
પગમાં છે પાયલ ભાતીગળ ઓઢણી,
મહેકતી ફુલોની વેલ બની વિટળાય,
કવિની આ કવિતા શાયરની ગઝલ,
જોઇ રુપ ઍનુ ચાંદની શરમાય
નાજુક-નમણી આ ગામડાંની ગોરીને,
વાલમની વાટનો થાક ના વરતાય.

પગલાં

સુનાં આંગન મહી,પડ્યાં પગલાં તમારાં,
થયું પાવન ઘર,ચડ્યાં પગલાં તમારાં,

આવ્યાંને મળી આંખ પળ બે પળ,
ડાળી ડાળી ફુટી કુંપળ પગલાં તમારાં,

વેરાન પાનખરમાં આવી ગઈ વસંત,
ચોમેર બની ગયું જીવંત પગલાં તમારાં,

ચાલ્યાં ભલે સાથમાં બે-ત્રણ ડગલાં
ગતિ મળી ગઈ જીવનને પગલાં તમારા,

રેતમાં રચાતી ભુસાતી છાપ 'પગલાં'
મારે અમીટ લાગણીનુ માપ પગલાં તમારાં...

હે,વ્રૂક્ષ,

તારી આ ભવ્ય્તા,
સહી તાપ,લઇ સંતાપ
આપે છે કેવી શીતળતા?....હે.
પવન કેરી થપાટો સહી,
નર પશુ-પંખીનો વિસામો,
કેવી તારી મહાનતા?....હે.
થતી હલચલ ધરા મહીં,
ધસમસતા પાણી પ્રવાહમાં,
ધ્રુવ જેવી સ્થિરતા?.....હે.
વાણી સભર મૌન તારું,
નિષ્કામ તારી ભાવના
ધરા-સમ કેવી સહનશીલતા!.....હે.
અશુધ્ધને,આરોગી,
શુધ્ધ હવા આપી,
કેવી તારી નિર્મળતા?......હે.
ફળ-ફુલોને સુગંધથી
શોભતુ,આ રુપ તારું,
કેવી અદ્ભૂભૂત સુંદરતા?......હે.

આજનો માનવ


મને ઍ વાત પર હસવું હજારોવાર આવે છે,
પ્રભુ તારાં બનાવેલાં તને આજે બનાવે છે,

ચારેય તરફ દંભ છળ કપટ ને દગાબાજી,
નથી ક્યાય માનવતા છતાં'મનુષ્ય'ગણાવે છે,

હિંદુ મુસ્લિમ ઈસાઈ દઈ નામ જાતિનાં,
સાધવા સ્વાર્થ ,ઍક લોહીને લડાવે છે,

દઈ દાન,ગરીબોનાં આંસુઓ થકી,
તકતીઓ પર નામ પોતાનાં લખાવે છે,

કળીયુગની કસોટી પર જર્જરિત આ કાયાને,
સંતાન માં-બાપને,જીવતાં દફનાવે છે,

કરી કામ ઍવાં કંસ રાવણ જેવાં,
બની માનવ 'ખુદા'ને પણ રડાવે છે.

સડક










સવાર-સાંજ કેવી ભાગતી,
ઉભેલાં વૃક્ષો,મકાનો વચ્ચે,
વાહનોનાં ધૂમાડાંને ઓક્તી....
સજીવ-નિર્જીવ બધાયને,
અહીં તહીં ઊપાડતી...
ક્યારેક બની દિવો ઝૂંપડીનો,
અંધારા ઍનાં ઉલેચતી.....
ઊબડ ખાબડ છતાં ઍ,
ના થાકતી, બસ રાતોની રાત,
ઍ જાગતી,બસ જાગતી....
દૂર દૂર મૃગજળ સમી,
ઍ લાગતી છતાં મનુષ્યની,
ભીતરે આશાનો દિપક પ્રગટાવતી.....
ના અટકતી,ના અટકાવતીને,
વિશ્વ આખું અજવાળતી....
આ સડક.....

Monday, November 17, 2008

પ્રેમ.........




છે નફા ખોટ વગરનો આ વેપાર,
ભલે જે મળે તે અમને પારાવાર,

પ્રેમ જ પીડા પ્રેમ જ દવા છે,
નથી બીજી ઍમાં કોઈ સારવાર,

વાદળ નહીં વીજળી પણ નહીં,
વગર ચોમાસે વરસે અનરાધાર,

અંત નહીં આરંભ ના કિનાર,
રહેતો સદાયે ઍ મહીં મઝધાર,

પ્રેમ જ આકાશ પ્રેમ જ પ્રકાશ,
પછી હોય ક્યાંથી ઍમાં અંધકાર?

સ્થુળ કેસુક્ષ્મ હર કણ-કણ માં,
વહેતો મૂકું પ્રેમને દ્વાર-દ્વાર,

મુકી પ્રેમ તત્વ 'નિજ'હ્ર્દયમાં
ઈશ્વર માનું કેટલો આભાર?

દુર કરજે માયાતણી ભરમાર,
આપજે તું જ્ઞાનની સોનેરી સવાર.