Thursday, March 27, 2014

પર્ણ પીળું ખખડે ,
પછી એ બબડે ......
.................
ક્યાં સુધી ?????
લાગણી ના વૃક્ષે ,
એ લબડે .........
..................
મોહ -માયા ,
ને વળી આ કાયા ,
ક્યાં સુધી સબડે,
................
મન ક્યાં સુધી ,
બની માટી ,
ચાકડે -ચડે .....

રેખા -જોશી 

Tuesday, March 25, 2014

નઝર નઝર નો સવાલ છે ;
બાકી પેંસા ની જ કમાલ છે ,

નીતિમત્તા ની નોંધ નથી ,
સત્ય સરેઆમ બેહાલ છે ,

સત્તા સત્તાનાં સ્વાર્થ તળે ,
દેશ આજે પાયમાલ છે ,

આરોપ,પ્રતિઆરોપ માં ,
જુએ જનતા આ તાલ છે ,

હોય આજ ભલે સૌ ની ,
મોદીજી ની આવતીકાલ છે,

આવીને પછી થશે આરૂઢ ,
હિન્દુસ્તાન માલામાલ છે।

રેખા જોશી
મુગ્ધ અમે ,મદહોશ 
શબ્દથી ભલે ખામોશ ,
છીએ ઓતપ્રોત અંદરથી ,
અમાપ -ઊંડાણ છે એટલું
તસભાર ઓછું સમંદરથી ...?
''હું ''હવે ક્યાય નથી હવામાં ,
હોય વસંત ,પાનખર કે પછી -
બળબળતી બપોર......,
એકમેકમાં એકાકાર ,
અસ્તિત્વ જ્યાં ઓગળી ગયું ,
કરી દીધું જ્યાં અર્પણ ,
બની ગયું એ જ મારું દર્પણ

રેખા જોશી ..
મૌન શબ્દમાં શણગારું છું ,
સતત સત્યને એમાં તારું છું 

પોતીકી પળ મળે જયારે 
જાતને સરેઆમ સંવારૂ છું ......

રેખા જોશી
મારા ઉરને આંગણે ,
તારા પ્રેમનો ટહુકો સાંભળી ,
હું મોર બની નાચી ,
કોયલ બની ટહુકી ,
વાદળી બની વરસી ,
ફાગણ બની ફોરી ,.....
હતી હું કોરી કોરી ,
થયો સ્પર્શ તારો ને ,
વસંત બની મ્હોરી ,
આમ જ તારા આંગણે ,
ઉગી......લીલીછમ્મ .....

રેખા જોશી

Friday, March 14, 2014

રે સખી ,

આંખ્યું માં પ્રેમ ફૂટયાની છે વાત  ...રેસખી
ઉડાઉડ કરતા પતંગીયાં ની ભાત ...
સ્પર્શનું બીજ મારા ટેરવે ઉગે ને ,
ઉઘાડી આંખે સપના જોવાની રાત ....રેસખી
નજરું મળતાને બંધાય છે વાદળ ,
ધોધમાર વરસી પડે છે મારી જાત ......રેસખી
સમય કે સ્થળ ની સીમા નડે નહી ,
ચારેય  પોર મારે દલડે હયાત ....રેસખી
આવજો કહી ને આ 'અરુણ ' જો આથમ્યો ,
આથમતું નથી મારું પરભાત ......રેસખી
આતો કાળજા ના કામણ છે ,
એમાં હોય નહી નાત કે જાત ......રેસખી
રંગોળી પુરી છે મેતો પ્રેમ ની ,
 એક નહી પૂરું હું રંગ સાત સાત। .....રેસખી

રેખા જોશી -
વૃદ્ધાવસ્થા ,

મનમાં મૌન એમ વિસ્તરે ,
પાકું ફળ જેમ વૃક્ષથી ખરે

ઝાંખપ કે મોતિયો આંખમાં
બાળપણ બુઢાપે તરવરે ,

કપાઈ પાંખો ,વિવશ વનમાં
મન કઈ વસંતે ટહુકા કરે ??

નથી વીજળી કે ગડગડાટ ,
વર્ષારૂપે અશ્રુ એના ઝરે ,

બની ગયો , સામાન સમો ,
એ શ્વાસો થકી સમય ભરે ,

બોલ બન્યાં ,આજે પડઘા ,
અવાજો એના ,આમતેમ ફરે ,

બાહોશ મન, થયું બેબાકળું
એ આજ 'મોતનું સ્વાગત 'કરે ,

રેખા જોશી -