પંખીનાં ટહુકાનું તોરણ બાંધે છે કોઈ,
ઊગતી પરોઢને બારણે
આ તેજની સવારી કોને કારણે?
પાંદડી મહી ઝાકળને સાંધે છે કોઈ
ઊગતી પરોઢને બારણે
આ ફુલોની વાત છે ન્યારી કોને કારણે?
અવનીનાં અંધકારને પીવે છે કોઈ,
ઊગતી પરોઢને બારણે
આ ઊજાસી તડકાની વાત છેપ્યારી કોના કારણે?
આભની લાલીને નિરખે છે કોઈ
ઊગતી પરોઢને બારણે
આ સોહામણી સવાર છે અમારી કોના કારણે?
વાતા આ વાયરામાં ઊડે છે કોઈ
ઊગતી પરોઢને બારણે
આ વ્યોમ સાથે વિહંગને છે યારી કોને કારણે?
લાગણીનાં ટેરવે શમણાં જગાડે છે કોઈ
આ સપનાંને નિરખે છે આંખ મારી કોને કારણે?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment