Saturday, December 27, 2008

તરુવર

ડાળીઑએ બાથભીડી,ઊભુ તરુવર,
કલરવ કરતાં પંખીઑ કરે હરફર,
પશુ-પંખી જન તણો તું વિસામો,
તળીયે તારાં કીડીઑનાં છે દર,
ઘેઘુર ઘટા તણી શોભા વસંતમાં,
શિશીરે ઊદાસ ઍકલું તારું પાનખર,
ફળ-ફૂલોને સુંગંધથી રુપ શોભતું,
ચોમાસે નાચતું વર્ષા સંગે મરમર,
સહી તાપને આપ તું છાંયડો,
બની દેવ તું પૂજાય છે ઘરઘર,
ગોપાલ વ્રૂંદ ખેલતાં તારાં ખોળે,
મધુર મોરલી વગાડતાં લીલાધર.

No comments: