Monday, December 16, 2013

પળ -પળ બળતી થર -થર કાંપતી ...તું પીડિતા ; અરે !! પીંખી તને બનાવી પાનખર ચિત્કાર બનીગયા જ્યાં પડઘા ... રડતી ...કકળતી ...કરગરતી આંખોમાં સવાલ કરતી ક્યાં ?ક્યાં છે માનવતા? હવે તો હદ કરી હટાવો આ જડતા !! ગરવી જન્મભૂમી જનની તારી જ્યાં તું અવતરી .... મળે ખુશીઓ આંચલ ભરી ફેલાવી પાંખ અડી લે આકાશને .. ઉડતી તું ગગન ચુંબતી ખળ -ખળ વહેતી ત્યાં પ્રતિભા પાંગરતી ....
તારી આભા ,તારું તેજ 
નમુ તને બનું સતેજ ,
હોય જ્યારે મારગ ધુંધળો 
દુર કરતો ઝાકળ -ભેજ 
હે રવિ ,પાથરતો તું જ 
પ્રકાશ પુંજ તણી સેજ ...
એક અછંદસ -

એ અચાનક આવી ચડી ,
ને પતંગીયાની માફક 
ફરી વળી 
ઘરની દિવાલો રંગોથી 
ભરી -એની ચકોર નજર 
ક્ષણભર અતિતમાં સરી ,ગઈકાલની 
રક્તવર્ણી પગલીઓમાં હતું 
ડહાપણ નું વજન ,બની હતીમુગ્ધા 
આજે મેઘાવીની ,મારા સ્વપ્નની હતી ,
જે પરી ,ગઈ હતી સાસરે ,કોમળ કોમળ
ડગભરી ......

રેખા જોશી

Thursday, March 14, 2013

સુગંધ તારી શ્વાસો માં ભરી લઉં ,
યુગો ને ક્ષણ એંક માં સ્મરી લઉં 
ફાગણ ની ડાળ -ડાળ ફોરી લઉં 
કાગળ પર કલ્પના ને કોરી લઉં .
રેખા -જોશી 
પીળાશ પાંદડે બેઠી ,
ધીરે ધીરે પર્ણ ખરતા 
રંગ -બેરંગી પતંગિયા ની ,
નથી ચંચલતા ,કે નથી 
જલતણી માછલી ની 
તરલતા ...!!
નથી હવે નિશ્વાસો થી 
ખાલીપો ભરતા ,કે -
સ્વપ્ન મહી મુગ્ધાને ,
વરતાં ...
પાનખર-વસંત એકાકાર 
બંધન મૂકત વિહરતા 
સાધુ સમ સરલતા ...
શરાબી જામ જીંદગી ને ,
બનાવી અમૃત ,ધીરે ધીરે 
ઘૂંટ ભરતા ....
આ જ સત્ય સમજી ,
પ્રવાસી માંથી બની યાત્રી 
વિચરતા .....

રેખા જોશી ,11-3 -191

Friday, February 22, 2013

એક અછંદસ ....

જો ને કેવો છે ,તું ?
મારા આત્મા જેવો 
બેઠો હોય દિલ મહીં ને ,
ગોત્યા કરું અહીં -તહીં .
વાગે ઠોકર મને ને,
પીડા ઉપડે તારા દિલ મહીં ..
જોને કેવો છે ,તું ?
બંધ નયને સાચવ્યો હતો 
અશ્રુ બની
ભર ચોમાસે વરસતો
રહી ..રહી।।
આટલો શોર બકોર શાને ?
શેરીએ -શેરીએ ,
વાત આપણી જ વહી ..
ચુપ ??/
આટલો મોન્ન
કહી દે એકવાર !!!
સાગર -સૂરજ કે હવાની લહેરખી માં -
બસ તને તને જ મેં ચહી ...
રેખા -જોશી

Tuesday, February 12, 2013

तेरा -स्पर्श 
संवेदना  मै ..
निंदमे स्वप्न मै ..
श्वासमे प्राण भी मै !
समय की धारा में 
बूंद -बूंद लम्हा मै .
उदासी के भीतर ;
छोटी सी हँसी मै हू ..
पथ पर हो तेरे पाँव ...
जहा -जहा ...
मेरी अंतिम शरण 
वहा -वहा 
'तू' -''मै ''का  ना हो 
फासला ..चलो ''अपना''
बनाए घोसला .....

रेखा -जोशी .14-2-1913
HAPPY  VALENTINE"S DAY.