Monday, June 29, 2009

એક વત્તા એક=એક
એક ને એક બે નહીં,પણ એક,
પ્રેમમાં પાગલ છીએ એકમેક.
સપાટીએ તરવાંમાં મજા નથી,
મોતી પામવાં તળિયે જવું છેક.
ચાહવું તો બસ ચારેય કોરથી,
તારી ભૂલો માફ છે પ્રત્યેક.
બની રહેજે વસંત સદા 'તું'
ઋતુઓ બદલાય ભલે દરેક
ભવોભવ રહેશું સાથમાં,
કારણ મળી જશે અનૅક.

રેખા જોશી ૧૧-૨-૦૯ હેપી વેલેન્ટાઈન ડે.
રાજનીતિ.
કરે મોટા મસ ભાષણ
થાય પ્રજાનું શોષણ,..આ રાજનિતી છે.
ઘડે નવા નવા કાયદા
જૂએ પોતાનાંજ ફાયદા.આ રાજનિતી છે.
મીંડા જેવી છે મહત્તા
છતાં સ્થાપવી છે સત્તા.આ રાજનિતી છે.
દેશ ભલે ભડકે બળે
પાછલા બારણે પૈસા રળે..આ રાજનિતી છે.
ચૂંટણી આવે ભરે સભા
નેતા મિલાવે ખભેખભા.આ રાજનિતી છે.
બહેનો પર થાય બળાત્કાર
ગુંડાઓ ના થાય સત્કાર..આ રાજનિતી છે.
જ્યાં જૂઓ ત્યાં ભ્રષ્ટાચાર
ક્યાંય નથી શિષ્ટાચાર..આ રાજનિતી છે.
રાજકારણમાં ભરી છે બદી
દૂર કરવાં લાગશે અનેક સદી..આ રાજનિતી છે.


રેખા જોષી.બપોરનાં.૨
ગુજરાતણ
ગામડાંની નાજુક નમણી નાર
મારી કેડે લાગે હેલનો ભાર,
હાલુ ઉતાવળી લટકતી છે ચાલ
હોલાને દઊ હોંકારો ને પોપટને વ્હાલ
ઘમ્મર ઘુમાવું લાલચટ્ટક ઘાઘરો
વગડાનો તાપ લાગે બહુ આકરો
વડલાંનાં છાયે ગાયને વાછરું વાગોળે
થાકીને પંખી બેઠાં ડાળે ને માળે
આવ્યું પાદરને ગામ છે ઢુકડૂ
લાંબોતાણું ઘુંમટો વરતાયનામુખડૂં
જોઇ મને ભેંશ મારી ભાંભરે
થાકી ને બેહુ ત્યાં માવતર હાંભરે.

રેખા જોષી બપોરે ૧ વાગે

Wednesday, June 10, 2009

વૈશાખ
વૈશાખે કોયલ મધુરુ ગાય છે,
આંબે કેરીનાં ઝૂમખાં લટકાય છે.
મીઠાં-મધુરાં મુરબ્બા ચટાય છે,
તો ધાબે પથારીઓ પથરાય છે.
બંગલાઓ ઍ.સી માં ફૅરવાય છે,
બપોરે શ્વાન ખાબોચિયે ન્હાય છે.
મૂંગા-મંતર રસ્તાઓ જણાય છે;
સાંજ પડતાં અવાજો શરુ થાય છે.
અમીરી રજાઓ માણવાં જાય છે,
ગરીબો ડેલીઍ હવા ખાય છે.
દઝાડતી 'લૂ' બળબળતી વાય છે,
વરસાદની રાહ બહુ જોવા છે.
કાળો-કેર ઉનાળાનો વરતાય છે,
ત્યારે ચોમાસાની ટાઢક સમજાય છે.

રેખા જોશી.સવારે....૮ વાગે.
પ્રસૂન.
આજે કોમળ પૂષ્પ નાનું ,
મંદ મંદ હસે કેવું છાનું.
કરે વિકસીત હુંફાળો 'ભાનું'
આજુબાજુ આવરણ હવાનું.
રંગેરુપે લાગે બહુ મજાનું,
પ્રસરાવે સુગંધ તો માનું
ફેલાવી દે 'ફોરમ' તારી
કહેવું શું?તોફાની 'વા'નું.
બનીશ કાલે પ્રસૂન પીળું,
ક્રમ જગતનો દુ;ખ શાનું?
મુકી દે મમતા માળીની,
આજ નહીં તો કાલ જવાનું.

રેખા જોષી.સવારે ૯ વાગે
માણસ એક પડછાયો.
માણસ એક પડછાયો,
સદા સૂરજ સાથે સચવાયો,
ધીમે ધીમે મધ્યાને,
પોતે પોતાનાંમાં જ સમાયો,
ઢળતી સાંજે અંદર બહાર
આગળ પાછળ એ લંબાયો
છાયા બની ક્યારેક પથરાયો,
ને અંધારે એકલવાયો આ પડછાયો,
ના એ પકડાયો ના સમજાયો,
મૃગજળ બની રસ્તે રેલાયો....
જૂઓ આ પડછાયાનો ખેલ,
કેવો? અદભૂત ખેલાયો...
આ પડછાયો......

રેખા જોષી.૨૦-૫-૦૯.