Monday, September 26, 2011

ગરીબી .
અમીરી  અભિમાનમાં અટવાય 
ભાવિ ભ્રષ્ટાચાર માં ભટકાય ...ત્યાં ગરીબી તારું આંસુ ક્યા દેખાય? 
તારા એક એક આંસુ થી ભરાયો દરિયો 
જ્યાં દરિયાની ખારાશ ને પણ પીવાય ....ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?
હાડ માંસનો રહ્યો તું માળો 
ચાંચ  મારી કાગડો કરે ચાળો...ત્યાં ગરીબી તારું આંસુ ક્યાંદેખાય?
તારે વળી સ્વપ્ન શું ?શણગારવા નાં ?
બંધ થાય બે પોપચાં તો નીરખાય ......ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?
કાકલૂદી ક્યાં  ક્યાં ?ને ક્યાં સુધી કરીશ 
માનવતા  પણ જ્યાં ત્રાજવે  તોળાય....ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?

રેખા -જોશી .

Wednesday, August 17, 2011

રે સખી મને સાહ્યબો સાંભર્યો.

લાલચોળ ઉજાગરે મેં તો પાલવ ભર્યો ,
રે સખી મને સાહ્યબો સાંભર્યો ....

આ અષાઢી વાદળ ને આભલે જોઈ ,
જોને ઉગી ગયું દલડાંમાં કોઈ ,
આ રઢિયાળી રાત નો તારલો ખર્યો
રે સખી મને સાહ્યબો સાંભર્યો

ધીમી ધીમી ધારે ઝરમર પલળુ
આવી ઉતાવળી સીમ ને શેઢે મળું
માણીગર મને મન થી વર્યો
રે સખી મને સાહ્યબો સાંભર્યો ..

ઓઢણીએ ચિતરાવું વ્હાલપ ની ભાત
કોને રે કહેવી આ નજરું ની વાત
કામણગારા ને મેતો કાળજે કોર્યો ,
રે સખી મને સાહ્યબો સાંભર્યો ...

હેયા ની હારે હિલોળા લે લીલુડો મોલ
ઓણ રે આવ્યા સાજન નાં બોલ
ગુલાબ નો છોડ મારે આંગણ મ્હોર્યો
રે સખી મને સાહ્યબો સાંભર્યો ...

રેખા જોશી .

Saturday, July 23, 2011

અડી અશ્રુ ,ઉભરાઈ લાગણી નયનેઆવી ,
પાનખરની પીળાશ આ ઉપવને આવી,
ઉથલાવી અતીતની સેંકડો સમયની ઘડી ,
વફાદારી ઈતિહાસ નાં પાને-પાને આવી .
રેખા -જોશી
વાસંતી વાયરે વહુ છું,
કોમળ-કળીને કાન માં કહું છું
આ સુગંધ -સ્મરણ નો સાથ છે ,
ઉઘડેલી આંખે સ્વપ્ન માં રહું છું .
વરસો પછી એ આવ્યો ,
માતા -પિતા ભાઈ -બહેન
બધાએ ગદગદિત હ્રદયે ,
જાણે પ્રેમ થી ભીંજાવ્યો,
જ્યાં પ્લેન માંથી પગ પડ્યો નીચે ,
કે માતા નયન થી પ્રેમ ને સીંચે
પગરવ પડ્યા માતૃભૂમિ ની ગલીમાં
ઉભરાયું બાળપણ એની પગલી માં ,
ઘર -તણો એ ખુંદી વળ્યો ખૂણે -ખૂણો
અકબંધ હતું બધું એ
લાગ્યો નહોતો લાગણી ને પણ લૂણો
કેવી ચમક ?સ્વપ્ન -સભર આંખો માં
ક્ષણ માં સમેટી લઉં બધું પાંખો માં ,
આખરે આજ હતું મારું ઘર ,
ભીંજાયો હતો સ્નેહ થી તર-બતર
यदि स्त्री को समजता मर्द ,
कही कोई रहता नहीं दर्द ,
समानता की सोच हो तो ,
बना रहे हमेशा हमदर्द .......
रेखा -जोशी

શહેરીઓ ની સંવેદના બુઠ્ઠી થઇ ,
લાગણીઓ લોકોની જુઠ્ઠી થઇ
આકાશ તો આજે પણ એજ છે
ઉદારતા આજે બંધ મુઠ્ઠી થઇ .

રેખા -જોશી
વૃધ્ધાશ્રમ વડિલોની વ્યથા છે ,
એક નહી અનેક ઘરોની કથા છે ,
'જીવન-સંધ્યા 'જેવું રૂપાળું નામ ,
પરાણે પાંગરેલી આ પ્રથા છે .

રેખા જોશી .

માં

હ્રદય નાં ખૂણે ખટકે વાત ,
તું આજે નથી હયાત .....માં
તારો જ અંશ તારો જ પિંડ હું ,
જન્મોજન્મ બનવા ચહું...માં
અંદર બહાર તને સીવી લીધી ,
ને આ જીંદગી મેં જીવી લીધી ...માં
સવાર સાંજ તું ક્ષણ -ક્ષણ તું
ચોમાસે વરસતી ધાર પણ તું ...માં
શિવાલયે સવાર ની આરતી તું ,
સાંજે શ્રધા તણી દિવાબત્તીતું ...માં
આજ પામી પ્રેમ પૂંજએકમેકમાં ,
'દીકરી 'હતી બની આજ 'હું 'માં ....માં
રેખા -જોશી ૮-૫-૨૦૧૧