Saturday, December 27, 2008

રઢિયાળી રાત.

ભીનાં હૈયાંની વાત,મારી પાંપણે અટકી,
વાલમની વાટ જોતાં,ન આંખ મારી મટકી,
આજે છે સોહામણી પૂનમની રાતડી,
કરવી છે આંખને આંખ સાથે વાતડી,
આવેછે ક્યારે?સજી શણગાર તું વાલમાં,
રમવું છે મારે તારી થાપની તાલમાં,
કાજળ શી રાતમાં ચાંદની ચમકે,
જાણે કે ક્રુષ્ણની સોડમાં રાધાં મલકે,
લોકોને આ ,આંનદનો તહેવાર,
તારે ને મારે બસ પ્રેમનો વ્યવહાર,
વાગે છે ઢોલને વાગેછે વાંસળી,
શરમને શેરડે મારી આંખ ના મળી,
હું તો ઘમ્મર, ઘમ્મર ઍવી ગરબે ઘુમી,
લાગે આભમાંથી ઉતરી ચાંદની ઝૂમી.

No comments: