Tuesday, August 18, 2009

રસોને અષાઢી ઘનશ્યામ.
વરસોને અષાઢી શ્યામ-ઘનશ્યામ
જોવડાવશો નહીં રાહ તમે આમ,
ઊભડક ને ઍકીટશે આભમા જોઇઍ
મેલી દીધાં અભેરાઈઍ કામ-તમામ...વરસોને
વિજ સખી ધરતીમાંપડી તિરાડ્યું
તરસી ધરા ને તરસ્યાં આખાં ગામ...વરસોને
ખાલી તળાવ ને ખાલી થઈ નદિયું
નગરનાં જણ જેવાં ખાલી થયાં ઠામ...વરસોને
સિમાડે બોલે મોરલાં બંધાય છે આશ
દરશનિયાં થાય તો હૈયે આવે હામ...વરસોને
તૂ મોસમની હેલી ને ગરીબોનો બેલી
થાય નહીં નામ તારું બદનામ...વરસોને

રેખા જોષી સવારે-૮-૦૦