Friday, January 24, 2014

આ જીવન માં બંધ કોઈ પાનું નથી ,
આનંદમય જીવનનું ,આબહાનું નથી.
ઉડી તો જૂઓ આ ખુલ્લા આકાશ માં ,
એટલે જ ચન્દ્ર નું ઉગવું છાનું નથી !!
રેખા -જોશી

Thursday, January 23, 2014

સવાર શરુ થાય ,
સમળી ની ચિચિયારીઓથી, 
ચારેયકોર ચકોર નજર ફેરવી 
પાંખો ફેલાવી ઉડાન ભરે છે ,
બાર નાં ટકોરે મહેમાન બને છે 
કાગડા। ....
બંને બાજુ ડોક ફેરવી પોતાપણું બતાવી 
ભોજન ની કરે માગણી સમજી શકું છું ,
એ લાગણી। ..
તો ચાર વાગે આનંદ ની કિલકારી કરતા ,
પોપટ મારા માંહ્યલા ને ભરી દે છે જાણે
આનંદ નો સાગર અહિયાં જ સમેટાય છે ને-
કાબર તો સુંવાળા પીંછા ઉચાં કરી જાતજાત ના ,
રાગ છેડે છે,કબુતર તો ઘુ ઘુ કરી કથક કર્યા જ
કરે છે.આ બધા છે મારા મિત્ર,પૂરું કરે છે જીવન ચિત્ર

રેખા જોશી
જીવન જાણે એક પતંગ
બદલેએ તો વિધવિધ રંગ ,
આકાશે એ તરતી રહે ,
ખેચ ઢીલ ને સહેતી રહે 
ડોલી ડોલી આનંદ આપે 
તોયે માણસ એને કાપે ....
ચગવા એને ફીરકી ભરી 
જીવન -દોરી જાય સરી 
કપાય ને પતંગ બીજી ચડે 
જીવન થાય પૂરું મૃત્યુ વડે
રેખા જોશી
હોય આવરણ 
ભલે ધુમ્મસ નું ,
મારી નજર તને
આરપાર ઓળખે છે,
થીજી નથી
બની બરફ આ સંવેદના 
વિશ્વાસ ના વાદળો ની હૂંફ,
હજી જીવે છે।
rekha joshi
તારા પાયલ ની આ છમ છમ ,
વાવી વેરાન રણ મહી ,ને -
ઉગી નીકળ્યું સંગીત લીલું છમ
કહેશો ના કોઈ ને મારા છે સમ
rekha joshi