Saturday, December 27, 2008

સબંધ

સ્વાર્થ સાથે સબંધોના સમીકરણ રચાય છે,
હવે પવન પ્રમાણે બધુ જ ફંટાય છે,

હોય ભલે સબંધોનાં ખેતર લીલાછંમ,
થોડુક ખોતરો ત્યાં જ મૂળિયાં દેખાય છે,

જેની પ્રક્રૂતિ ભીંજાવાની જ નથી,
તેને વરસાદની મોસમ ક્યાં સમજાયછે?

માનવી પોતેજ પોતાનો આયનો છતાં,
બીજા અરિસાઑથી કેવો ભરમાય છે?

કબજો કેવો કાળમીંઢ પથ્થર 'અહં' નો
બરફ બની ક્યાં પીગળી શકાય છે?

'કાચબો' બની સમેટી લીધાં છે અંગો,
છતાં પાણી જોઈ ક્યારેક મન લલચાય છે.

3 comments:

sneha-akshitarak said...

રેખાબેન...ખૂબ જ સરસ....
સ્વાર્થ સાથે સબંધોના સમીકરણ રચાય છે,
હવે પવન પ્રમાણે બધુ જ ફંટાય છે,

સાચું એક્દમ. પણ તો બી ક્યાંક પ્રેમ જીવે છે સંબંધોમાં.
હોય ભલે સબંધોનાં ખેતર લીલાછંમ,
થોડુક ખોતરો ત્યાં જ મૂળિયાં દેખાય છે,

ભરોસો રાખી ખાતર નાંખતા રહો પ્રેમનું..એક દિવસ જાદુઈ ફ઼્ઉલો જરુર આવશે.

જેની પ્રક્રૂતિ ભીંજાવાની જ નથી,
તેને વરસાદની મોસમ ક્યાં સમજાયછે?

ભરઊનાળે જ વરસાદની કદર થાય..તો રાહ જોજો...સમજ્સે એ ચોકક્સ.

'કાચબો' બની સમેટી લીધાં છે અંગો,
છતાં પાણી જોઈ ક્યારેક મન લલચાય છે.

એ જ બતાવે છે કે કાચબો પણ ધબક્તુ દિલ રાખે છે...ફ઼્અકત પોતાનાં રક્ષણ માટે જ અંગ સંકોચે છે...

સ્નેહા-અક્ષિતારક.

Akhi said...

hmmmmmmmmmm

Akhi said...

આભારી છું મિત્ર