Thursday, December 6, 2012

આ થીજેલું નગર ક્યારેક સળવળે છે ,
 સાચા  દિલથી  ક્યા કોઈ કોઈને મળે છે ,
દેખાતી  હોય ભલે નીરવ શાંતિ સઘળે ,
બાકી તો  અંદર ભભૂકતો લાવા બળે છે 
રેખા - જોશી 
ભૂલથી ક્યારેક જિંદગી તું મને મળી હતી ,
કે સ્વપ્નમાં આવી  તે જ મને છળી હતી ??
રેખા -જોશી 

Thursday, June 28, 2012

તારું આમ જવું ,મને યાદ છે 
છતાં મૌન માં પણ સંવાદ છે 
આ બંધ આંખો માં અંજાયેલો 
ભારોભાર ભર્યો  વિષાદ છે ...
રેખા જોશી .

Wednesday, May 23, 2012

નવ માસનું  મોન આજે  તૂટ્યું ,
ઉંવા ઉંવા નાં અવાજે 
માં ની ગોદમાં લપેટાયું .
આ શું થયું ?અવાજની ઉષ્માને ?
હૂંફાળું હેત સાવ જ ખૂટ્યું !!
સમજાયું ...
વિધાતાએ ફૂલોના બાગ મહી ,
કળી એક લઇ નસીબ મારું ચું ટ્યુ .....
રેખા  જોશી