Saturday, December 27, 2008

છું

ખુલી આંખે સ્વપ્નનાં સોપાન ચડ્યાં કરું છું,
ખુદ પોતે જ પોતાને હમેશાં નડ્યાં કરું છું,

ખબર છે દરિયો જરુર તારી જ લેશે,
છતાં ખારાશને લઈ રડ્યાં કરું છું,

મળસ્કે સંભળાતી સિતારનાં તાર છું,
પવન સાથે પાંદડુ બની ખખડયાં કરુ છું,

ખબર છે નાશવંત જીવનની ઘટમાળ છે,
લાગણીભીનાં સબંધોને જકડયાં કરું છું,

અટકી જાઊ તો મંઝિલ બની જઈશ,
રસ્તો કે કેડી બની ચાલ્યાં કરું છું,

સમેટ્યો છે સાગરને બંધ નયનો થકી,
ખુલે પાંપણ દ્વાર તો લુછયાં કરું છું,

ખબર ક્યાં છે કોઈને આ દ્રષ્ટિની,
બની આંખમાં કણી,કેમ ખટક્યાં કરું છું.

2 comments:

વિવેક said...

સુંદર રચના....

Akhi said...

thanku vivekbhai.