Monday, December 16, 2013

પળ -પળ બળતી થર -થર કાંપતી ...તું પીડિતા ; અરે !! પીંખી તને બનાવી પાનખર ચિત્કાર બનીગયા જ્યાં પડઘા ... રડતી ...કકળતી ...કરગરતી આંખોમાં સવાલ કરતી ક્યાં ?ક્યાં છે માનવતા? હવે તો હદ કરી હટાવો આ જડતા !! ગરવી જન્મભૂમી જનની તારી જ્યાં તું અવતરી .... મળે ખુશીઓ આંચલ ભરી ફેલાવી પાંખ અડી લે આકાશને .. ઉડતી તું ગગન ચુંબતી ખળ -ખળ વહેતી ત્યાં પ્રતિભા પાંગરતી ....
તારી આભા ,તારું તેજ 
નમુ તને બનું સતેજ ,
હોય જ્યારે મારગ ધુંધળો 
દુર કરતો ઝાકળ -ભેજ 
હે રવિ ,પાથરતો તું જ 
પ્રકાશ પુંજ તણી સેજ ...
એક અછંદસ -

એ અચાનક આવી ચડી ,
ને પતંગીયાની માફક 
ફરી વળી 
ઘરની દિવાલો રંગોથી 
ભરી -એની ચકોર નજર 
ક્ષણભર અતિતમાં સરી ,ગઈકાલની 
રક્તવર્ણી પગલીઓમાં હતું 
ડહાપણ નું વજન ,બની હતીમુગ્ધા 
આજે મેઘાવીની ,મારા સ્વપ્નની હતી ,
જે પરી ,ગઈ હતી સાસરે ,કોમળ કોમળ
ડગભરી ......

રેખા જોશી