Saturday, December 27, 2008

આજનો માનવ


મને ઍ વાત પર હસવું હજારોવાર આવે છે,
પ્રભુ તારાં બનાવેલાં તને આજે બનાવે છે,

ચારેય તરફ દંભ છળ કપટ ને દગાબાજી,
નથી ક્યાય માનવતા છતાં'મનુષ્ય'ગણાવે છે,

હિંદુ મુસ્લિમ ઈસાઈ દઈ નામ જાતિનાં,
સાધવા સ્વાર્થ ,ઍક લોહીને લડાવે છે,

દઈ દાન,ગરીબોનાં આંસુઓ થકી,
તકતીઓ પર નામ પોતાનાં લખાવે છે,

કળીયુગની કસોટી પર જર્જરિત આ કાયાને,
સંતાન માં-બાપને,જીવતાં દફનાવે છે,

કરી કામ ઍવાં કંસ રાવણ જેવાં,
બની માનવ 'ખુદા'ને પણ રડાવે છે.

No comments: