ઓસરતો આંખથી,અતિતનો ઓછાયો,
ફુલોની સૌરભ,કટંકની પીડા તણો પડછાયો,
તરવરતાં શૈશવતણાં,લીલાંછંમ ખેતર,
યાદ કરી ઍ વૈભવ કરું આજનું વાવેતર,
હું'માં'નીપકડી આંગળી બંધ આંખે ચાલી,
આજ લાગે છે બધું નરી આંખે ખાલી,
આવી રહી છે સુવાસ ફુલોની મંદમંદ,
શોધી રહી છું'માં'ના પાલવની સુગંધ,
પુજ્યાં હતા પથ્થ્રર ઍવું ગયું ક્યાં ભોળપણ?
સવાલ પર સવાલ આવ્યું આ શાણપણ?
હતી હું તોફાની,પકડી ઝાડ તણી ડાળી,
ઝુલી ઝુલી સખીઓ ને આપતી તાળી,
છે જીવનની યાદો ખાટી મીઠીને ખારી,
આવે ને જાય ઉઘાડી છે,મનની બારી.
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
અતિત ની યાદ સરસ રચના
Post a Comment