Tuesday, February 2, 2010

તું છે.

આ વસંત નું અવતરણ તું છે
રેશમ રૂહ નું આવરણ તું છે
વગડે વગડે વનરાજી ખીલી ,
દુર ઝાકળ ભીનું રણ તું છે .
રોજ ઉગતો આભે દિનકર ,
ઉગતી આશાઓનું ઝરણ તું છે.
ભર્યું પગલું પગલું પ્રેમ પંથે
પહેલી ચાહતનું ચરણ તું છે .
વિશ્વાસ બની ગયો શ્વાસ
અતિમ શ્રદ્ધા નું શરણ તું છે

રેખા જોશી ૨-૧-૧૦

5 comments:

$hy@m-શૂન્યમનસ્ક said...

વિશ્વાસ બની ગયો શ્વાસ
અતિમ શ્રદ્ધા નું શરણ તું છે

સરસ શબ્દો
-શ્યામ શૂન્યમનસ્ક

Unknown said...

vah saras 6a badhi line
joshi joya

Unknown said...

આ તો રૂડું વસંત નું પરભાત ,
પ્રભુની પાડેલ ભાતીગળ ભાત ,
પાંદ-પાંદ પાંગર્યું નવ જીવન ,
આળસ મરડી ઉભું આખું વન ,
રંગ બે રંગી વ્રુક્ષ ને વન -વેલી,
જુઓ પ્રણય ફાગ ખેલે મન મેલી ,
કોયલ ટહુકે 'કુહૂ કૂહૂ' કુંજ મહી ,
પાગલ ભ્રમર ઉડતા અહી તહી ,
મંદ મંદ હવા ને ,હુંફાળોઉજાસ ,
કેવો ઢોળાયો શૃંગાર આસપાસ ,
નયન ગમ્ય પ્રકૃતિ નો શણગાર ,
સાંજ હોય કે પછી હોય સવાર .

Unknown said...

samay na bandhan nathi hota kahri gayela pan kadi lila nathi hota kahe 6 loko bijo prem karilo kon samjave emne "sacha prem"na purnaviram nathi hota

Akhi said...

thanku,friends.