મુગ્ધા -મન
સોળ વરસની સ્વપ્ન જોતી શરમાઉં,
પિયુના પાનેતર માં સ્નેહ બની સમાઉં.
પળ-પળ ને પ્રસંગ બનાવી ઉજવું ,
સમયની પાબંધી માં નથી જકડાવું .
દુનિયાની દોડ મારે કોરી -કોરી
ભોળા ભરથારની ભિતરેભીંજાઉ
સ્નેહ ભીનાં સ્પર્શ થી શણગાર કરું
મઘમઘતા ફૂલોની ડાળબની ફોરાવું
શ્વાસે શ્વાસે ભરી ,કલમ થી કોતરી
બનાવી ,શબ્દ એનેપાને પાને પ્રકટાવું .
રેખા જોશી ૧૫/૧૨/૦૯
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
શ્વાસે શ્વાસે ભરી ,કલમ થી કોતરી
બનાવી ,શબ્દ એનેપાને પાને પ્રકટાવું
સરસ રચના......
ભોળા ભરથારની ભિતરેભીંજાઉ
સ્નેહ ભીનાં સ્પર્શ થી શણગાર કરું
મઘમઘતા ફૂલોની ડાળબની ફોરાવું
શ્વાસે શ્વાસે ભરી ,કલમ થી કોતરી
બનાવી ,શબ્દ એનેપાને પાને પ્રકટાવું .
વાહ ! વાહ ! અદભુત રચના !
કલમથી કોતરાતા શબ્દો પ્રેમની પવિત્રતાને પ્રગટ કરે છે. જ્યાં ઇશ્વરનો પ્રકાશ સૌંદર્ય બની ઝળહળી ઊઠે છે. ને શબ્દો બની કલમથી અભિવ્યક્ત થવા મથે છે...હું કંઇ લખું ?
ઓ પ્રિયતમ ! તેઓ પૂછે છે કે તારું સાનિધ્ય મને ક્યાં ને કેવી રીતે પ્રાપ્ત થાય છે ? જીવન ઊપવનમાં તેમનાં પ્રવેશ્યા પછી જ તો પુષ્પો ખીલ્યા છે ! આહ્લાદક સમિર તેમનાં જ શ્વાસોની ફોરમ વહાવે છે. ઢળેલી તેમની નજરોની મસ્તિમાં મધૂરસ અકારણ જ છલકાય છે. સ્પર્શનું મોહતાજ નથી હોતું સાનિધ્ય...વણસ્પર્ષ્યે જ તેમનાં ચહેરાનું લાવણ્ય મારા જ પ્રેમની ચાડી ખાય છે. તેમને ખબર જ ક્યાં છે કે તેઓ બનીને "તું" છાનેપગલે તેમની પાછળ પાછળ આવી જ જાય છે ! એનું જ નામ તો સૌંદર્ય છે !
amazingly beautiful..simply great!!
આભારી છું મિત્ર
આભારી છું મિત્ર
Post a Comment