Wednesday, February 24, 2010

વતન
ગોબરગંધ ભરી ગામડાની ગલી ,
હાંફતા શહેર કરતા ઘણી ભલી,
મુઠ્ઠીભર ખોલકી ને હતી હાટડી ,
ખબર લેવા દેવા તણી-એ કડી
નજર પડે ત્યાં લટકે બંધ તાળા ,
તણખલુંય નથી વિખાયા માળા,
છે ,હવા પણ અજાણ ને પરાઈ ,
પુરાતી નથી અવકાશ ની ખાઈ ,
પીળા ખખડતા પીપળાને પૂછું ,
ને ,ભીંજાયેલા લોચનીયા લૂછું ,
ક્યા? ખોવાયું ગમતું એ ગામડું ,
કઈ ?ઓથે થઇ રહ્યું પડું પડું ....
રેખા જોશી ૨૪-૨-10

3 comments:

rupen007 said...

આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર સાથે જોડવામાં આવેલ છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

આપ ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

જીજ્ઞેશ શિરોયા said...

Nice...

himanshu said...

khub sunder rachna che. bahu gami.
rural and urman samajini bhalibhati thay che.
very good Rekha.
with regards.
himanshu pathak
ahmedabad