Thursday, February 4, 2010

સાગર
જુઓ આ દરિયાની વસ્તી ,
મોજા રેતી કરે ,કેવી મસ્તી ,
અમાસે ઓટની ઉદાસી ,
પૂનમે પાગલ છે ભરતી ,
સાગર ને ચૂમે ગગન ને ,
ક્ષિતિજ ત્યાં વિસ્તરતી ,
ઘૂઘવતા સાગરની સાથે ,
લથબથ લાગણી એ નીતરતી
સવાર પડતા સૂરજ આવે
ચંચળ ચાંદની સરકતી .
રેખા જોશી .

1 comment:

aameen khan said...

hello....... I come across gujarati kavita through the blog of Neeta Kotecha madam.... read almost all the poems. Can i request you to please visit my site : ...... http://blogs.rediff.com/khwab/

and have a look at my poems?