એક વત્તા એક=એક
એક ને એક બે નહીં,પણ એક,
પ્રેમમાં પાગલ છીએ એકમેક.
સપાટીએ તરવાંમાં મજા નથી,
મોતી પામવાં તળિયે જવું છેક.
ચાહવું તો બસ ચારેય કોરથી,
તારી ભૂલો માફ છે પ્રત્યેક.
બની રહેજે વસંત સદા 'તું'
ઋતુઓ બદલાય ભલે દરેક
ભવોભવ રહેશું સાથમાં,
કારણ મળી જશે અનૅક.
રેખા જોશી ૧૧-૨-૦૯ હેપી વેલેન્ટાઈન ડે.
1 comment:
ખુબ સુંદર રેખાજી,...
હદય મંદિરે તુજ્ને સ્થાપી શકુ છું
તેની પ્રિતને હુંય પામી શકું છું
-દિલીપ
Post a Comment