Monday, September 7, 2009

જીવન.

સમય આગળ ને હું પાછળ,
પકડવાં મથું યુવાનીની સાંકળ.

જીવન એક સ્વપ્ન,ઉગી સવાર,
જોયું તો બની ગયું એ ઝાકળ.

નવેસરથી લખું જીવનકથા ને,
બની શકે કદાચ કોરો-કાગળ.

વાગી સમયની થપાટ જૂઓ,
એક નહી અનેક ઉઠી ગયાં સળ.

ઉભી છું ક્યારનીય 'દસ્તક'દઈ,
મળી જાય ઈશ્વર પળ બે પળ.

હાથ જોડી માંગુ સ્થિતપ્રજ્ઞતા,
પેદા ના કર એક એક વમળ.

કૂડો કચરો ગંગામાં પણ વહે છે,
છતાં પવિત્ર છે એ ગંગાજળ.

રેખા જોષી. ૭-૯-૨૦૦૯

4 comments:

Jay said...

"સમય આગળ ને હું પાછળ,
પકડવાં મથું યુવાનીની સાંકળ"

સુંદર કાવ્ય, રેખાબેન.

આ જ વિષય પર મારી એક રચના 'બંસીનાદ' પરઃ

http://bansinaad.wordpress.com/2007/02/25/sahiyaaru-dhaaroke/

મળી છે યુવાની પણ સરી જાય છે ધસમસતા પૂર ની માફક, ધારો કે એને હું રોકી શકું સમય ના વહેણમાં ખોવાઈ જતી - જય

Unknown said...

ઉભી છું ક્યારનીય 'દસ્તક'દઈ,
મળી જાય ઈશ્વર પળ બે પળ.

હાથ જોડી માંગુ સ્થિતપ્રજ્ઞતા,
પેદા ના કર એક એક વમળ.

કૂડો કચરો ગંગામાં પણ વહે છે,
છતાં પવિત્ર છે એ ગંગાજળ.
jakkas...keep it..
a rachana kub j gami
shilpa prajapati.

$hy@m-શૂન્યમનસ્ક said...

જીવન વિશે સરસ રચના

Akhi said...

આભારી છું મિત્ર