એક ગઝલ
સમજણ ઈચ્છાઓનું
અહી ઝારણ સમજ તું આમ જો
આશા અપેક્ષા
દુઃખનું કારણ સમજ તું આમ જો
ભારે નથી જો આ
હવા 'હું' જેમ, એતો જો ફરે
હળવી રહે રાખે નહી ભારણ સમજ તું આમ જો
રૂપો અહી બદલી
શકો પણ બદલશું સ્વરૂપ ને ?
જો આજ છે અંદર
બધું કારણ સમજ તું આમ જો
ભીતર જશું ને
વાત કરશું જાત સાથે એજ લત
વિસ્તાર અંદર
થાય એ તારણ સમજ તું આમ જો
કપટી રહીને
મિત્રતા મળશે નહી આ જગતમાં
કેવું સબંધોનું
હશે મારણ ?સમજ તું આમ જો
રેખા જોશી -
No comments:
Post a Comment