લોકગીત -
સખી મુને સાહ્યબો સાંભર્યો ,
ઉજાગરે મેં તો પાલવ ભર્યો .....સખી
અષાઢી વાદળ આભલે જોઈ
દલડે ઉગ્યું આવી ને કોઈ -
રઢિયાળી રાતે તારલો ખર્યો.....સખી
ધીમી ધીમી રે ઝરમર પલળુ ,
સીમની શેઢે ઝટ આવી મળું
વરણાગી મારો મનથી વર્યો .....સખી
ઓઢણીએ વ્હાલપની ભાત છે ,
કહેવી મારે નજરુંની વાત છે
કાળિયાને મેં તો કાળજે કોર્યો ....સખી
રેખા જોશી -
સખી મુને સાહ્યબો સાંભર્યો ,
ઉજાગરે મેં તો પાલવ ભર્યો .....સખી
અષાઢી વાદળ આભલે જોઈ
દલડે ઉગ્યું આવી ને કોઈ -
રઢિયાળી રાતે તારલો ખર્યો.....સખી
ધીમી ધીમી રે ઝરમર પલળુ ,
સીમની શેઢે ઝટ આવી મળું
વરણાગી મારો મનથી વર્યો .....સખી
ઓઢણીએ વ્હાલપની ભાત છે ,
કહેવી મારે નજરુંની વાત છે
કાળિયાને મેં તો કાળજે કોર્યો ....સખી
રેખા જોશી -
No comments:
Post a Comment