મૌનની દીવાલમાં આંખનો છેદ હોય છે
નીકળી આંસુ જશે આમ એ ખેદ હોય છે ,
ભીતરે ડૂમા ભર્યા હાંફતા આ હવા વગર
હ્રદયમાં સમજણ ભરી બસ એક કેદ હોય છે ,
બાવળોનાં આ શહેરો તરત શૂળ ભોકતાં ,
ફૂલનો પગરવ અહીં ,આજ તો ભેદ હોય છે
જીવવું છે માંહ્યલું જીવતર લે હવે અહીં ,
હોય છે ઈશ્વર ને 'માનવી 'વેદ હોય છે
આદમી ખુલે નહીં સાથમાં જો નકાબ છે ,
હરવખત 'રેખા' અહં નો જ પ્રસ્વેદ હોય છે
-રેખા જોશી
નીકળી આંસુ જશે આમ એ ખેદ હોય છે ,
ભીતરે ડૂમા ભર્યા હાંફતા આ હવા વગર
હ્રદયમાં સમજણ ભરી બસ એક કેદ હોય છે ,
બાવળોનાં આ શહેરો તરત શૂળ ભોકતાં ,
ફૂલનો પગરવ અહીં ,આજ તો ભેદ હોય છે
જીવવું છે માંહ્યલું જીવતર લે હવે અહીં ,
હોય છે ઈશ્વર ને 'માનવી 'વેદ હોય છે
આદમી ખુલે નહીં સાથમાં જો નકાબ છે ,
હરવખત 'રેખા' અહં નો જ પ્રસ્વેદ હોય છે
-રેખા જોશી
No comments:
Post a Comment