Monday, June 29, 2009

એક વત્તા એક=એક
એક ને એક બે નહીં,પણ એક,
પ્રેમમાં પાગલ છીએ એકમેક.
સપાટીએ તરવાંમાં મજા નથી,
મોતી પામવાં તળિયે જવું છેક.
ચાહવું તો બસ ચારેય કોરથી,
તારી ભૂલો માફ છે પ્રત્યેક.
બની રહેજે વસંત સદા 'તું'
ઋતુઓ બદલાય ભલે દરેક
ભવોભવ રહેશું સાથમાં,
કારણ મળી જશે અનૅક.

રેખા જોશી ૧૧-૨-૦૯ હેપી વેલેન્ટાઈન ડે.

2 comments:

Unknown said...

લોજીકલ ગણિત શાસ્ત્રમાં પણ ૧ + ૧ = ૧ થાય છે. અને શંકરાચાર્યના અદ્વૈતવાદમાં પણ એક વત્તા એક બરાબર એક થાય છે.

Akhi said...

thanx sir........