ગરીબી .
અમીરી અભિમાનમાં અટવાય
ભાવિ ભ્રષ્ટાચાર માં ભટકાય ...ત્યાં ગરીબી તારું આંસુ ક્યા દેખાય?
તારા એક એક આંસુ થી ભરાયો દરિયો
જ્યાં દરિયાની ખારાશ ને પણ પીવાય ....ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?
હાડ માંસનો રહ્યો તું માળો
ચાંચ મારી કાગડો કરે ચાળો...ત્યાં ગરીબી તારું આંસુ ક્યાંદેખાય?
તારે વળી સ્વપ્ન શું ?શણગારવા નાં ?
બંધ થાય બે પોપચાં તો નીરખાય ......ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?
કાકલૂદી ક્યાં ક્યાં ?ને ક્યાં સુધી કરીશ
માનવતા પણ જ્યાં ત્રાજવે તોળાય....ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?
રેખા -જોશી .