વતન
ગોબરગંધ ભરી ગામડાની ગલી ,
હાંફતા શહેર કરતા ઘણી ભલી,
મુઠ્ઠીભર ખોલકી ને હતી હાટડી ,
ખબર લેવા દેવા તણી-એ કડી
નજર પડે ત્યાં લટકે બંધ તાળા ,
તણખલુંય નથી વિખાયા માળા,
છે ,હવા પણ અજાણ ને પરાઈ ,
પુરાતી નથી અવકાશ ની ખાઈ ,
પીળા ખખડતા પીપળાને પૂછું ,
ને ,ભીંજાયેલા લોચનીયા લૂછું ,
ક્યા? ખોવાયું ગમતું એ ગામડું ,
કઈ ?ઓથે થઇ રહ્યું પડું પડું ....
રેખા જોશી ૨૪-૨-10
Wednesday, February 24, 2010
Sunday, February 21, 2010
વસંત .......
આ તો રૂડું વસંત નું પરભાત ,
પ્રભુની પાડેલ ભાતીગળ ભાત ,
પાંદ-પાંદ પાંગર્યું નવ જીવન ,
આળસ મરડી ઉભું આખું વન ,
રંગ બે રંગી વ્રુક્ષ ને વન -વેલી,
જુઓ પ્રણય ફાગ ખેલે મન મેલી ,
કોયલ ટહુકે 'કુહૂ કૂહૂ' કુંજ મહી ,
પાગલ ભ્રમર ઉડતા અહી તહી ,
મંદ મંદ હવા ને ,હુંફાળોઉજાસ ,
કેવો ઢોળાયો શૃંગાર આસપાસ ,
નયન ગમ્ય પ્રકૃતિ નો શણગાર ,
સાંજ હોય કે પછી હોય સવાર .
રેખા જોશી ૨૩-૨-10
આ તો રૂડું વસંત નું પરભાત ,
પ્રભુની પાડેલ ભાતીગળ ભાત ,
પાંદ-પાંદ પાંગર્યું નવ જીવન ,
આળસ મરડી ઉભું આખું વન ,
રંગ બે રંગી વ્રુક્ષ ને વન -વેલી,
જુઓ પ્રણય ફાગ ખેલે મન મેલી ,
કોયલ ટહુકે 'કુહૂ કૂહૂ' કુંજ મહી ,
પાગલ ભ્રમર ઉડતા અહી તહી ,
મંદ મંદ હવા ને ,હુંફાળોઉજાસ ,
કેવો ઢોળાયો શૃંગાર આસપાસ ,
નયન ગમ્ય પ્રકૃતિ નો શણગાર ,
સાંજ હોય કે પછી હોય સવાર .
રેખા જોશી ૨૩-૨-10
Thursday, February 4, 2010
Subscribe to:
Posts (Atom)