Tuesday, December 15, 2009

લગ્ન તિથી .
માત્ર સમયનો ,
સરવાળો જ નથી ,
આ લગ્ન -ગાળો ,
પ્રેમ ,સ્નેહ ત્યાગ ને સમજણ નાં
તણખલા થી બાંધેલો ,
તારો મારો હુંફાળો માળો .
આજે આ લગ્ન પૂરાં કરે છે ,
ત્રેવીસ સાલ છતાં.........
આ ક્ષણ હજી બની નથી ,
ગઈ કાલ ...........
ઉમેરતું જાય કોઈ વ્હાલ .
મઘમઘતી આ સુગંધ ભરી
લગ્નક્યારી,તારી ને મારી ,
સમજણ ને છે ,આભારી ....................
'હું ને 'તું' ને ક્યાય ,અવકાશ નથી
હવે બધી જ વાત સહિયારી .
કારણ ???
અમારી પર શુભ કામનાઓ છે તમારી .

રેખા જોશી .૧૪-૧૨-09

5 comments:

$hy@m-શૂન્યમનસ્ક said...

લગ્ન તિથી
સરસ કવિતા કરી છે ..

Akhi said...

thanx.

dilip said...

ખુબ સુંદર યુગ્મ્ભાવ ખરા અર્થ્મા જોડાણ કવિતા...
નથી લગ્ન તિથી સમયથી ઘડીથી
હું ને તું ની મંજિલ અહીથી અહીંથી

Akhi said...

thanx

Unknown said...

khub saras kavita chhe.......
man khushi thee bharai gayi,karan aavnara week ma maro pan marriage day aavi rahyo chhe...