મુગ્ધા -મન
સોળ વરસની સ્વપ્ન જોતી શરમાઉં,
પિયુના પાનેતર માં સ્નેહ બની સમાઉં.
પળ-પળ ને પ્રસંગ બનાવી ઉજવું ,
સમયની પાબંધી માં નથી જકડાવું .
દુનિયાની દોડ મારે કોરી -કોરી
ભોળા ભરથારની ભિતરેભીંજાઉ
સ્નેહ ભીનાં સ્પર્શ થી શણગાર કરું
મઘમઘતા ફૂલોની ડાળબની ફોરાવું
શ્વાસે શ્વાસે ભરી ,કલમ થી કોતરી
બનાવી ,શબ્દ એનેપાને પાને પ્રકટાવું .
રેખા જોશી ૧૫/૧૨/૦૯
Sunday, December 20, 2009
Tuesday, December 15, 2009
લગ્ન તિથી .
માત્ર સમયનો ,
સરવાળો જ નથી ,
આ લગ્ન -ગાળો ,
પ્રેમ ,સ્નેહ ત્યાગ ને સમજણ નાં
તણખલા થી બાંધેલો ,
તારો મારો હુંફાળો માળો .
આજે આ લગ્ન પૂરાં કરે છે ,
ત્રેવીસ સાલ છતાં.........
આ ક્ષણ હજી બની નથી ,
ગઈ કાલ ...........
ઉમેરતું જાય કોઈ વ્હાલ .
મઘમઘતી આ સુગંધ ભરી
લગ્નક્યારી,તારી ને મારી ,
સમજણ ને છે ,આભારી ....................
'હું ને 'તું' ને ક્યાય ,અવકાશ નથી
હવે બધી જ વાત સહિયારી .
કારણ ???
અમારી પર શુભ કામનાઓ છે તમારી .
રેખા જોશી .૧૪-૧૨-09
માત્ર સમયનો ,
સરવાળો જ નથી ,
આ લગ્ન -ગાળો ,
પ્રેમ ,સ્નેહ ત્યાગ ને સમજણ નાં
તણખલા થી બાંધેલો ,
તારો મારો હુંફાળો માળો .
આજે આ લગ્ન પૂરાં કરે છે ,
ત્રેવીસ સાલ છતાં.........
આ ક્ષણ હજી બની નથી ,
ગઈ કાલ ...........
ઉમેરતું જાય કોઈ વ્હાલ .
મઘમઘતી આ સુગંધ ભરી
લગ્નક્યારી,તારી ને મારી ,
સમજણ ને છે ,આભારી ....................
'હું ને 'તું' ને ક્યાય ,અવકાશ નથી
હવે બધી જ વાત સહિયારી .
કારણ ???
અમારી પર શુભ કામનાઓ છે તમારી .
રેખા જોશી .૧૪-૧૨-09
Subscribe to:
Posts (Atom)