Tuesday, August 2, 2016

હું એક ભીંત -

હું એક સીધી સપાટ ભીંત
બધાજ લપસી પડે છે
.ખરબચડી બની કોઈને ચૂભતી નથી
હા !!
છિદ્રોમાં આંસુની ખારાશ પીધી છે -
પીડા લીધી છે
ને સખત બની છું ,
ધક્કા ,મુક્કા કે લાતથી હલી જાવ એવી નથી
તાપ તડકા કે વરસાદમાં પણ અડીખમ .....
અને ...
હૂંફ અને પ્રેમ માટે
આધાર અને ટેકો,
 તો-
આબરૂ માટેતો ક્ષિતિજ બની  વીંટળાઈ જ જાવ ..
વા તડ ન બની જાવ ,માટે સતર્ક એવી હું
મને ખખડાવું પણ ખરી..કારણ મને આકાશ ગમે છે....અને બાળપણ રમે છે,
મારામાં .....
 કહું !!!!
મારા ખોળે સ્મરણોને ઉછેરું
ક્યારેક હું પણ ઇતિહાસ બની જઈશ ,
અને ઉગી નીકળશે "મારાપણું "

રેખા જોશી -

1 comment:

Anonymous said...

આપના બ્લૉગ પર આવતાં ખુશી થાય છે. તમારો પરિચય નથી, પરંતુ એક તો સર્જક 'અખી' નામનું કૂતુહલ, અને બીજું કૃતિમાં અભિવ્યક્તિ. સુંદર કૃતિ રચી શકો છો, તો બ્લૉગને જીવંત રાખો.. ગુજરાતી ભાષા પર સર્જન થતું રહે તે આવશ્યક છે. આપને પણ સારું લાગશે, વાચકોને પણ.

મારા સૂચન પર વિચારશો.. હરીશ દવે .. અમદાવાદ