Thursday, January 23, 2014

સવાર શરુ થાય ,
સમળી ની ચિચિયારીઓથી, 
ચારેયકોર ચકોર નજર ફેરવી 
પાંખો ફેલાવી ઉડાન ભરે છે ,
બાર નાં ટકોરે મહેમાન બને છે 
કાગડા। ....
બંને બાજુ ડોક ફેરવી પોતાપણું બતાવી 
ભોજન ની કરે માગણી સમજી શકું છું ,
એ લાગણી। ..
તો ચાર વાગે આનંદ ની કિલકારી કરતા ,
પોપટ મારા માંહ્યલા ને ભરી દે છે જાણે
આનંદ નો સાગર અહિયાં જ સમેટાય છે ને-
કાબર તો સુંવાળા પીંછા ઉચાં કરી જાતજાત ના ,
રાગ છેડે છે,કબુતર તો ઘુ ઘુ કરી કથક કર્યા જ
કરે છે.આ બધા છે મારા મિત્ર,પૂરું કરે છે જીવન ચિત્ર

રેખા જોશી

No comments: