આ જીવન માં બંધ કોઈ પાનું નથી , આનંદમય જીવનનું ,આબહાનું નથી. ઉડી તો જૂઓ આ ખુલ્લા આકાશ માં , એટલે જ ચન્દ્ર નું ઉગવું છાનું નથી !! રેખા -જોશી
Thursday, January 23, 2014
સવાર શરુ થાય , સમળી ની ચિચિયારીઓથી, ચારેયકોર ચકોર નજર ફેરવી પાંખો ફેલાવી ઉડાન ભરે છે , બાર નાં ટકોરે મહેમાન બને છે કાગડા। .... બંને બાજુ ડોક ફેરવી પોતાપણું બતાવી ભોજન ની કરે માગણી સમજી શકું છું , એ લાગણી। .. તો ચાર વાગે આનંદ ની કિલકારી કરતા , પોપટ મારા માંહ્યલા ને ભરી દે છે જાણે આનંદ નો સાગર અહિયાં જ સમેટાય છે ને- કાબર તો સુંવાળા પીંછા ઉચાં કરી જાતજાત ના , રાગ છેડે છે,કબુતર તો ઘુ ઘુ કરી કથક કર્યા જ કરે છે.આ બધા છે મારા મિત્ર,પૂરું કરે છે જીવન ચિત્ર
રેખા જોશી
જીવન જાણે એક પતંગ બદલેએ તો વિધવિધ રંગ , આકાશે એ તરતી રહે , ખેચ ઢીલ ને સહેતી રહે ડોલી ડોલી આનંદ આપે તોયે માણસ એને કાપે .... ચગવા એને ફીરકી ભરી જીવન -દોરી જાય સરી કપાય ને પતંગ બીજી ચડે જીવન થાય પૂરું મૃત્યુ વડે રેખા જોશી
હોય આવરણ ભલે ધુમ્મસ નું , મારી નજર તને આરપાર ઓળખે છે, થીજી નથી બની બરફ આ સંવેદના વિશ્વાસ ના વાદળો ની હૂંફ, હજી જીવે છે। rekha joshi
તારા પાયલ ની આ છમ છમ ,
વાવી વેરાન રણ મહી ,ને -
ઉગી નીકળ્યું સંગીત લીલું છમ
કહેશો ના કોઈ ને મારા છે સમ
એક વત્તા એક=એક
એક ને એક બે નહીં,પણ એક,
પ્રેમમાં પાગલ છીએ એકમેક.
સપાટીએ તરવાંમાં મજા નથી,
મોતી પામવાં તળિયે જવું છેક.
ચાહવું તો બસ ચારેય કોરથી,
તારી ભૂલો માફ છે પ્રત્યેક.
બની રહેજે વસંત સદા 'તું'
ઋતુઓ બદલાય ભલે દરેક
ભવોભવ રહેશું સાથમાં,
કારણ મળી જશે અનૅક.
રેખા જોશી ૧૧-૨-૦૯ હેપી વેલેન્ટાઈન ડે.