Thursday, June 28, 2012

તારું આમ જવું ,મને યાદ છે 
છતાં મૌન માં પણ સંવાદ છે 
આ બંધ આંખો માં અંજાયેલો 
ભારોભાર ભર્યો  વિષાદ છે ...
રેખા જોશી .

Wednesday, May 23, 2012

નવ માસનું  મોન આજે  તૂટ્યું ,
ઉંવા ઉંવા નાં અવાજે 
માં ની ગોદમાં લપેટાયું .
આ શું થયું ?અવાજની ઉષ્માને ?
હૂંફાળું હેત સાવ જ ખૂટ્યું !!
સમજાયું ...
વિધાતાએ ફૂલોના બાગ મહી ,
કળી એક લઇ નસીબ મારું ચું ટ્યુ .....
રેખા  જોશી 

Monday, September 26, 2011

ગરીબી .
અમીરી  અભિમાનમાં અટવાય 
ભાવિ ભ્રષ્ટાચાર માં ભટકાય ...ત્યાં ગરીબી તારું આંસુ ક્યા દેખાય? 
તારા એક એક આંસુ થી ભરાયો દરિયો 
જ્યાં દરિયાની ખારાશ ને પણ પીવાય ....ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?
હાડ માંસનો રહ્યો તું માળો 
ચાંચ  મારી કાગડો કરે ચાળો...ત્યાં ગરીબી તારું આંસુ ક્યાંદેખાય?
તારે વળી સ્વપ્ન શું ?શણગારવા નાં ?
બંધ થાય બે પોપચાં તો નીરખાય ......ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?
કાકલૂદી ક્યાં  ક્યાં ?ને ક્યાં સુધી કરીશ 
માનવતા  પણ જ્યાં ત્રાજવે  તોળાય....ત્યાં ગરીબી તારું આંસુ ક્યાં દેખાય ?

રેખા -જોશી .

Wednesday, August 17, 2011

રે સખી મને સાહ્યબો સાંભર્યો.

લાલચોળ ઉજાગરે મેં તો પાલવ ભર્યો ,
રે સખી મને સાહ્યબો સાંભર્યો ....

આ અષાઢી વાદળ ને આભલે જોઈ ,
જોને ઉગી ગયું દલડાંમાં કોઈ ,
આ રઢિયાળી રાત નો તારલો ખર્યો
રે સખી મને સાહ્યબો સાંભર્યો

ધીમી ધીમી ધારે ઝરમર પલળુ
આવી ઉતાવળી સીમ ને શેઢે મળું
માણીગર મને મન થી વર્યો
રે સખી મને સાહ્યબો સાંભર્યો ..

ઓઢણીએ ચિતરાવું વ્હાલપ ની ભાત
કોને રે કહેવી આ નજરું ની વાત
કામણગારા ને મેતો કાળજે કોર્યો ,
રે સખી મને સાહ્યબો સાંભર્યો ...

હેયા ની હારે હિલોળા લે લીલુડો મોલ
ઓણ રે આવ્યા સાજન નાં બોલ
ગુલાબ નો છોડ મારે આંગણ મ્હોર્યો
રે સખી મને સાહ્યબો સાંભર્યો ...

રેખા જોશી .

Saturday, July 23, 2011

અડી અશ્રુ ,ઉભરાઈ લાગણી નયનેઆવી ,
પાનખરની પીળાશ આ ઉપવને આવી,
ઉથલાવી અતીતની સેંકડો સમયની ઘડી ,
વફાદારી ઈતિહાસ નાં પાને-પાને આવી .
રેખા -જોશી
વાસંતી વાયરે વહુ છું,
કોમળ-કળીને કાન માં કહું છું
આ સુગંધ -સ્મરણ નો સાથ છે ,
ઉઘડેલી આંખે સ્વપ્ન માં રહું છું .